ભાગ-૩૦ (બરોલી નામના ગામમાં માનનું સાસરું આવ્યું છે. આ વાત સાંભળીને ઉમંગ, મિતા, મીનાના આશ્ચર્યની સીમાનો પાર રહેતો નથી કે આવી નાનકડી બાળકીની વિદાય. આ કુપ્રથાઓ પર સુજલ અને મિતા પોતાના વિચારો ઘરે જતાં એકબીજા સાથે શેર કરી રહ્યા છે. હવે આગળ...) પહેલાના લોકો જીવનમાં કેવી કેવી કુપ્રથાનો સામનો એ વખતના લોકોએ કેમ કર્યો હશે, અને એમને તો કર્યો તો કેવી રીતે એ આપણા માટે તો વિચારવું અશક્ય છે. અને ઘણીવાર તો મનમાં મને એવું થાય છે કે આવી કુપ્રથાનું નિર્માણ કરવામાં કેમ આવ્યું અને શું કામ? શું ડર હતો એમને? આ સમાજના વડવાઓ, કે પોતાને સમાજના કહેવાતા પહેરદારો સમજી