પ્રેમનો સાથ ક્યાં સુધી… - 16

  • 2.7k
  • 1
  • 1.6k

ભાગ... ૧૬ (અલિશા એટલે કે માનદેવીની બડી બહેનોના લગ્ન માટે જમીનદાર પાસેથી તેના બાઉજી કર્જ લે છે. છ મહિના પછી તેના લગ્નના ઢોલ ઘરમાં ફરી વાગવા લાગે છે. સુજલ ફ્રેશ થવા કોફી પીવે છે, હવે આગળ....)  રસેશ, નચિકેત કરતાં ઉમંંગ અને મિતાને આ વાત સાંભળવાની વધારે ઉતાવળ કહો કે તાલાવેલી હતી. જે હું અનુભવી રહ્યો હતો છતાં આરામથી કોફી પૂરી કરીને મેં વાતનું અનુસંધાન સાધતા કહ્યું કે,  "બે દિવસ તો વીતી ગયા પણ અલિશાને થેરેપી માટે તેના મોમ કે ડેડ બેમાંથી કોઈ લઈને ના આવ્યું.... મને ઓકવર્ડ તો લાગ્યું પણ ફોન કરીને ફોલોઅપ લેવામાં વધારે ઓકવર્ડ લાગશે એવું લાગતા મેં