ભાગ...૧૩ (અલિશા પોતાના પૂર્વભવનું ગામનું નામ કહી શકતી નથી. સુજલ અને અલિશા ઘણીવાર ગાર્ડનમાં મળે છે પણ તે અલિશાને નેચરલી એન્જોય કરવા દે છે. પ્રાણાયમ કરતાં માનવને આજુબાજુ જોતા જોઈ એક વડીલ તેને ટોકે છે. હવે આગળ...) "એ વાત તો છે જ, અને આમ પણ દાદા દાદીને મૂડી કરતાં વ્યાજ વધારે વ્હાલું લાગે..." અંકલની સાથે વાત કરતાં કહ્યું."એમાં પણ એક લોજિક કહો કે કારણ છે જ..." "કેવું લોજિક અંકલ?" "એમાં એવું છે ને કે માણસ એમાં ખાસ કરીને પુરુષ પોતાનું બાળક જયારે મોટું થઈ રહ્યું હોય ત્યારે કામમાં ઉલઝાયેલા રહેતા હોઈએ છીએ. કામની વચ્ચે ઘેરાયેલા હોવાથી પોતાના બાળકનું બાળપણ કયાં