સ્પર્શ

(15)
  • 3.1k
  • 1.2k

દરેક પુરુષમાં ‘મા’ જેવો વિશુદ્ધ પ્રેમ ન પણ હોઈ શકે પરંતુ દરેક શિક્ષકમા ‘મા’ જેવો નિસ્વાર્થ પ્રેમ પોતાના વિદ્યાર્થીઓ માટે ન હોય, ત્યાં સુધી એક પૂર્ણ શિક્ષક કદાચ ન બની શકે. શિક્ષક પોતાનાં વિદ્યાર્થીના મનોભાવોને વાંચી , અચાનક બદયાયેલ વર્તન પાછળના કારણોને સ્પર્શી શકે તો, એ એક દળદાર નવલકથા વાંચ્યા બરાબર જ છે, કેમકે એક શિક્ષકનુ ખરું વાંચન પોતાનાં વિદ્યાર્થીઓના મનોભાવો વાંચવા એ પણ હોય જ શકે. મહેશ ( નામ બદલ્યું છે ) પ્રથમ વર્ષ આર્ટ્સમાં ભણતો એક નિયમિત, મહેનતુ અને આજ્ઞાંકિત વિદ્યાર્થી જણાતો હતો. થોડો સમય વિત્યે મહિને બે ચાર દિવસ ગેરહાજર રહેવા લાગ્યો પરંતુ અભ્યાસથી અલિપ્ત ન હતો.