શું તમારા બાળકને સ્ટેજ ડર છે ?

  • 6.3k
  • 1
  • 2.2k

શું તમારા બાળકને સ્ટેજ ડર છે ? અમારી શાળામાં ધોરણ આઠમાં અભ્યાસ કરતી વૈશાલી વણઝારા અભ્યાસમાં હોંશિયાર છે. ટેકનોલોજીનું પણ સારુ એવું જ્ઞાન છે. વાતોડિયણ પણ છે, આખો દિવસ બોલ બોલ કર્યા કરે પણ જો એને ઊભા થઈને ફક્ત પાંચ વાક્યોમાં પોતાનો પરિચય આપવાનું કહીએ તો ના ના અને ના જ ના. ના ગરબામાં રહે, ના વકતવ્યમાં કે કોઈપણ શાળાની સ્પર્ધામાં ભાગ લેવાનું કહીએ તો ના જ પાડે. વૈશાલી વણઝારા એ તો ફક્ત ઉદાહરણ છે. વૈશાલી જેવાં ઘણાં બધાં બાળકો છે જેઓને સ્ટેજ ફિઅર હોય. આવાં હોંશિયાર બાળકો બઘી રીતે આગળ વધે તેવી શિક્ષકની અને માતા પિતાની ઘણી ઈચ્છા હોય