પ્રવિણ પોતાના નિયત સમયે જાગે છે પણ નાનકડી ખોલીમાં ક્યાંય લક્ષ્મી દેખાતી નથી. પણ એની ખોલીમાં બદલાયેલું દ્રશ્ય જોવા મળે છે. ઓરડી આખીએ ચોખ્ખીચણક, કપડાં બધાં સુઘડ રીતે ગોઠવાયેલા, વાસણો પણ સાફ થઈને યોગ્ય રીતે ગોઠવાઈ ગયેલા, ઓઢવાં પાથરવાની ગોદડીઓ સરસ રીતે ગડી વાળીને પતરાની પેટી પર ગોઠવાયેલી તેની પર ચાદર ઢાંકીને સરસ રીતે ગોઠવાઈ ગઈ હતી. પ્રવિણ આંખો ચોળીને એકદમ જ બધું જોઈ જ રહ્યો કે હું સ્વપ્ન તો નથી જોતો ને ? આ મારી જ ખોલી છે ને..! પ્રવિણને એ તો ખાત્રી થઈ જ ગઈ કે લક્ષ્મીએ જ વહેલી જાગીને આ બધુ કર્યુ હશે, પણ આ લક્ષ્મી છે