" શુ સમાચાર મળ્યા ?" સાન્વીએ એકદમથી પુછી લીધું. " એ જ કે જીયાના લગ્ન થઈ ગયા છે અને તે પોતાના પતિ સાથે વિદેશ રહેવા જતી રહી છે. " સમર્થ ફરી ચૂપ થઈ ગયો..." શુ? એણે કોઈ બીજા સાથે લગ્ન કરી લીધા અને તને જાણ પણ નહોતી ?" સાન્વી ભારે આશ્ચર્ય મા હતી કે જીયા તો સમર્થને ખૂબ જ પ્રેમ કરતી હતી તો પછી સમર્થને છોડીને કોઈ બીજાને કંઈ રીતે પરણી ગઈ." હા... હુ જ્યારે તેના ઘરે ગયો ત્યારે ત્યાં કોઈ જ નહોતુ... અને તેની ઘરે જે નોકર કામ કરતા હતાં તેમણે મને કહ્યું કે જીયાના લગ્ન થઈ ગયા છે