ગુમરાહ - ભાગ 30

(12)
  • 3k
  • 1
  • 1.5k

ગતાંકથી... ભોંયરામાંથી બહાર કાઢેલા તારના દોરડા સર આકાશ ખુરાનાની હવેલીની ચીમની ઉપર શા માટે લગાડેલા હશે ? સર આકાશ ખુરાના ના મકાનમાં જઈને આને લગતું રહસ્ય કોઈવાર પણ જાણવા જેવું ખરું .દરમિયાન ભોંયરા ના અંદરના ભાગમાં આ દોરડા નું મૂળ ક્યાં છે, એ અત્યારે તક મળી છે તો સૌથી પ્રથમ તપાસી લેવું જ ઠીક. નિસરણી પરથી ઊતરવા પહેલા તેણે શરૂઆત કરી .તેને સહેજ મનમાં હસવું આવ્યું કે આખરે મારે ભોંયરુ જ પહેલું તપાસવું એમ, આટલો બધો સમય બગાડ્યા પછી પણ ઠરાવવું પડ્યું, તેના કરતાં પહેલાં જ થી જ તપાસ ચાલુ રાખ્યું હોત તો સમય બચત ને ? કાંઈ વાંધો નહિ