ડાયરી - સીઝન ૨ - રાવણદહન

  • 2.3k
  • 948

શીર્ષક : રાવણદહન ©લેખક : કમલેશ જોષી “ચુપ, એકદમ ચુપ” સાવ અચાનક જ અમારો એક પ્રેક્ટીકલ મિત્ર સહેજ ગુસ્સા સાથે, નાક પર આંગળી મૂકી આમારા સમજુ મિત્ર સામે ઘૂરક્યો એટલે અમે સૌ સહેજ નવાઈ સાથે એની સામે જોઈ રહ્યા. એ બોલ્યો, “ખબરદાર જો કોઈએ એક પણ શબ્દ રાવણદહન, દશેરાનું મહત્વ કે છાપામાં આવેલા એ વિશેના એક પણ આર્ટીકલનો ઉલ્લેખ કર્યો છે તો..!” અમે હજુ સમજી નહોતા શકતા કે પ્રેક્ટીકલ મિત્ર આટલો બધો શા માટે ભડકી ગયો હતો! વાત જાણે એમ બનેલી કે દશેરા પછીનો ત્રીજો દિવસ હતો અને અમારા સમજુ મિત્રે દશેરા વિશે છાપામાં આવેલા કોઈ આર્ટીકલનું એકાદ ક્વોટેશન ટાંકતા