લવ યુ યાર - ભાગ 29

(16)
  • 5.2k
  • 2
  • 3.7k

હવે મીત અને સાંવરી બંનેના ઘરે પીઠીની બરાબર તૈયારી ચાલી રહી છે... અને પછી લગ્ન.. લીલેરી મહેંદીનો લાલ રંગ એકબીજાના ગાઢ પ્રેમને કારણે મીત અને સાંવરીને બંનેને કેવો ચઢ્યો છે તે તો આપણે જોઈ જ લીધું હવે પીઠીનો રંગ કેવો ચઢે છે તે પણ આપણે જોઈ લઈએ...મીતના ફેસ ઉપર એક અનેરી ચમક છવાયેલી છે. ખુશ્બુ તેની કઝીન સીસ્ટર તેને બોલાવવા માટે આવે છે એટલે તે પીઠી માટે પોતાના યલો કલરના ફેવરિટ કુર્તા પાયજામા પહેરીને તૈયાર થઈને નીચે આવે છે. અલ્પાબેન અને તેના મામી સુશીલાબેન પણ ખૂબજ ખુશ છે સોસાયટીમાં આજુબાજુમાંથી પણ બે ચાર અલ્પાબેનની બહેનપણીઓ પોતાની ફ્રેન્ડ અલ્પાબેનના એક ના