ધૂપ-છાઁવ - 117

(15)
  • 3k
  • 3
  • 1.6k

પરોઢિયે ચાર વાગ્યે એક ઓલા કેબ ધીમંત શેઠ અને અપેક્ષાના બંગલા પાસે તેમને પીકઅપ કરવા માટે આવી ગઈ. બંને સમયસર ઘરેથી નીકળી ગયા અને ફ્લાઈટમાં ️ બેસી ગયા. ધીમંત શેઠના હાથમાં અપેક્ષાનો ઉષ્માભર્યો હાથ હતો જેને તે પ્રેમથી પંપાળી રહ્યા હતા અને ️ વિમાને ઉંચી ઉડાન ભરી અને સાથે સાથે ધીમંત શેઠ અને અપેક્ષાના સપનાઓએ પણ ઉંચી ઉડાન ભરી લીધી... ધીમંત શેઠ અને અપેક્ષાની આ પ્રેમી યુગલની હનીમુન ટ્રીપની સુખરૂપ શરૂઆત થઈ ગઈ હતી. હવે આગળ... હેમખેમ બંને જણાંએ યુ એસ એ ની ધરતી ઉપર પગ મૂક્યો અને ત્યાંની ઠંડક, ત્યાંની માટીની સોડમ અને ત્યાંની નીરવ શાંતિનો મીઠો અહેસાસ અનુભવ્યો.