ગોપાલ:- અભિશાપ કે વરદાન ? - 6

  • 2.6k
  • 1.1k

હજી મુખી અને તેમના વેવાઈ વાતો કરી રહ્યા હતાં એટલામાં મહર્ષિ પાછા આવ્યા. બસ હવે તો મહર્ષિ શું સમાધાન લઈને આવ્યા છે એજ બધાને જાણવું હતું.“ મે મારી ધ્યાન અવસ્થામાં જઈને ઊંડાણ સુધી નજર કરી. મે ત્યાં આ સમસ્યાનું સમાધાન શોધવાની ખૂબ જ કોશિશ કરી પણ મને એમાં નિષ્ફળતા જ મળી.એ દુષ્ટે મરતાં મરતાં પોતાની આત્માને અઘોરીમાં પરિવર્તન કરી દીધું. એટલે એ દુષ્ટ આત્માને ખત્મ કરવાનો કોઈ ઉચિત ઉપાય મળ્યો નહી. હું ક્ષમા યાચું છું તમે ઘણી જ ઉમ્મીદ થી અહીં આવ્યા પરંતુ તમારી સમસ્યાનું કઈજ સમાધાન મળતું નથી." મહર્ષિએ નિસાસો નાખતા કહ્યું.મહર્ષિના શબ્દો સાંભળીને બધાં જ ઉદાસ થઈ ગયા.