ગામનો ધણખૂંટ

  • 4.3k
  • 1.5k

કેશોદ પંથકમાં મેસવાણ એ મોટું ને મોભાદાર ગામ. એ સમયે લગભગ સાતેક હજારની વસ્તી હશે. કોઈપણ શહેરી માટે , આજે જે આદર્શ ગ્રામ્ય જીવનની પરિકલ્પના હોય છે તેના જેવું જ હર્યું ભર્યું , હસતું રમતું જાણે કોઈ ગોકુળિયુ ગામ. એ સમયે આજે છે, તેવો ખાસ કંઈ ભૌતિક વિકાસ નહી પણ સંતોષ પૂર્વક રહેનારાં ગ્રામજનો જેમાં, આનંદ કીલ્લોલ કરતા કરતા રમતા ભણતા બાળકો, ખેલ કૂદ, રમતો રમતા, શારીરિક ક્ષમતાઓ પૂરવાર કરવા નિર્દોષ શરતો લગાવતા યુવાનો, કામ કાજ અને ખેતી-ધંધામાં રચ્યા પચ્યા અને પોતાનો બળદ ન હોય તોય ખભે હળ જોતરીને ખેતર ખેડી નાંખે તેવા પ્રૌઢો, ગામની બજારની દુકાનોના અને પાદરનાં વડલાઓ