જોરથી ચીસ પાડી પગ પાસે જોયું તો એક બિલાડી મારી જેમ જ ટ્રેનિંગ સેન્ટરમાં ફેંકાઈ હતી. એ કાળી બિલાડીની લીલી આંખો જોઈને પહેલાં તો ખૂબ જ ડર લાગ્યો પણ યાદ આવ્યું કે હું ક્યાં જીવું છું કે મરવાનો ડર! ફરી મેં એને જોઈ તો એ પણ મને જ જોતી હતી. એને અહીં જોઈને મને હસવું આવી ગયું, લે અહી તો બિલાડી જેવા જાનવર પણ પ્રેત બનીને આવે છે. જાણે મારા વિચારો વાંચતી હોય એમ એ બોલી, "કેમ અહિયાં પણ માણસોનો ઈજારો છે!" હું આશ્ચર્યથી એને જોઈ રહ્યો. અચાનક જ મને યાદ આવ્યું કે આ તો એ જ બિલાડી છે જેને