પાપ-પુણ્યની લિંક

  • 2.9k
  • 1
  • 1.1k

એક ભાઈને ધંધામાં ખોટ ગઈ. તેમણે ઉછીના પૈસા લઈને નવો ધંધો શરૂ કર્યો, પણ તેમાંય પાછી મુશ્કેલી શરૂ થઈ! એટલે ભાઈએ સાઈડમાં શેરબજારમાં પૈસા રોક્યા, અને કમાવાની આશાએ શેરબજારમાં ઊંડા ઊતર્યા. પણ ત્યાંય માર પડ્યો અને મોટી ખોટ ગઈ! કમાણી કરવાની કે નફો મેળવવાની આશાથી એ જેમ વધુ પ્રયત્નો કરતા ગયા, તેમ અંતે નુકસાનીના જ ફટકા પડતા ગયા. એ મૂંઝાયા કે હવે શું કરવું? તેમના એક મિત્રને આ વાતની જાણ થઈ, એટલે એક દિવસ એ મિત્ર તેમને જ્ઞાની પુરુષ પરમ પૂજ્ય દાદા ભગવાન પાસે લઈ આવ્યા. એ ભાઈએ પરમ પૂજ્ય દાદાશ્રીને પહેલો જ પ્રશ્ર પૂછ્યો કે, “મારે ધંધો કરવો છે.