રાધિકાની પોતાની તરફ વધી રહેલા પગરવનો અવાજ સાંભળીને તેના પગ ત્યાં જ થંભી જાય છે.પગલાનો અવાજ ધીમે ધીમે રાધિકાની નજીક વધુ અને વધુ નજીક આવતો જાય છે.ડરના કારણે રાધિકાના હાથ અને પગ ધ્રુજવા લાગે છે તેનું ગળું સુકાઈ ગયું છે અને ચહેરો એકદમ ફિક્કો થઈ ગયો છે.આટલી અંધારી રાતમાં આ સુમસામ જગ્યા પર કોણ તેનો પીછો કરી રહ્યો હતો એ જોવા માટે રાધિકા ધીમે રહીને તેની નજર ચારે તરફ ગુમાવે છે કે અચાનક હળવાશ થી એક હાથ રાધિકાના ખભા પર આવે છે રાધિકા સહેજ નજર ઘુમાવીને પહેલા હાથ તરફ દેખે છે અને ધીમે રહીને પાછળ ફરે છે કે ત્યાં જ