છપ્પર પગી - 2

(20)
  • 6.3k
  • 1
  • 4.7k

છપ્પરપગી ( પ્રકરણ - ૨ ) —————————-લક્ષ્મી આજે વહેલી સવારથી શરુ થઈ ગયેલ પોતાના આ અભાગીયા દિવસની કલ્પના કરીને પણ ધ્રુજી જતી હતી. એને યાદ કરવું ગમતુ ન હતું, પણ અનાયાસે જે બધું બન્યું તે ચિતમાં ભમરાયાં કરતું હતું. લક્ષ્મી મોડી રાત સુધી પડખાં ફરતી સુવાની કોશિશ કરતી હતી પણ સઘળું વ્યર્થ. એને દિશાહીન ભાવી દ્રશ્યમાન થઈ રહ્યું હતું.એ યાદ કરીને કંપારી છૂટી જતી હતી કે આજે વહેલી સવારે પાંચ વાગે સાસુ રંભાબેનની લાત ખાઈને સફાળી બેઠી થઈ ગઈ. કંઈ જ વિચારી શકે એ પહેલાં તો રંભાબેન તાડુકયા, “ ઘરને ગામમાં કોઈ જાગે ઈ પેલા નીકળ આંઈથી… તારું મોઢું કાળું