દરિયા નું મીઠું પાણી - 19 - રોટલો

  • 2k
  • 886

ગુજરાત ના હાલાર પંથક ના એક ગામ મા સંધ્યા એ કસુંબલ ચુંદડી ધારણ કરી આકાશ ને માંડવે પથારીવાળી..છે એવી રુંજયુ પુંજ્યુ વેળા એ અજાણી ભોમકા ના એક આદમી એ આ ગામ ની બજાર મા પગ મુક્યો.. ઘેરદાર ચોરણો..ઉપર આછી પછેડી ની ભેંટ્ય..પાસાબંધી કેડ્યુ..ઉપર ચોવીસ આંટા ની ગોળ પાઘડી...દાઢીમુછ ના કાતરા મા કાબરચીતરી પ્રોઢતા કળાય છે પણ,ચહેરા ની ચામડી ની રતાશ એના સુખીપા ને છતી કરે છે.. ગામ ના નગરશેઠ સાંજ વેળા ના ઘરાક ને સાચવતા..ખાતાવહી રોજમેળ અને 'ઘડીયુ' જેવા ચોપડા ને ઉથાપતા જાય છે અને નામું ખતવતા જાય છે..ગામ મા શેઠ નો કરીયાણા ગંધીયાણા નો બહોળો વેપાર..અને ગામ ના દાનસ્તા