ડાયરી - સીઝન ૨ - લાઇવ પફ, મેચ અને ગરબી

  • 1.8k
  • 686

શીર્ષક : લાઇવ પફ, મેચ અને ગરબી ©લેખક : કમલેશ જોષી આજકાલ ‘Live’ નો જમાનો છે, લાઇવ પફ, લાઇવ મેચ, લાઇવ ઢોકળા, લાઇવ પીત્ઝા, એવરીવેર લાઇવનેસ વિશે જાણે જબરી અવેરનેસ આવી ગઈ હોય એવું ફિલ થયા વિના રહેતું નથી. માણસ જો લાઇવ ન હોય તો ચોવીસ કલાક પણ આપણે એને સહી કે સ્વીકારી શકતા નથી, પછી એ ભલે સગી માતાનો મૃતદેહ હોય કે પિતાનું શબ હોય. લાઇવ એટલે જીવંત, જેની અંદર જીવ છે એવું એટલે લાઇવ. ઓહ, તારી...! પણ લાઇવ પફમાં કે લાઇવ ઢોકળામાં કે લાઇવ મેચમાં ‘જીવ’ ક્યાં હોય છે? અહીં, લાઇવ એટલે ગરમાગરમ કે તાજેતાજું કે એકદમ વર્તમાનનું,