પ્રિત કરી પછતાય - 51

  • 1.8k
  • 1
  • 704

પ્રિત કરી પછતાય* 51 સાગરે જેવો ઘરમાં પગ મુક્યો. એવો જ ઉચ્ચક જીવે રાહ જોતા સાગરના સાસુએ પ્રશ્ન કર્યો. "ક્યાં જતા રહયા હતા?અમે ક્યારના તમારી રાહ જોઈ રહ્યા છીએ." જવાબ મા સાગરે ખોટુ બોલવું પડ્યુ."હુ તો પિક્ચર જોવા ચાલ્યો ગયો હતો મામી." "જોયુ મમ્મી?"આ વખતે ઝરણાએ ટાપસી પુરી. "આપણે ક્યારના આમની ફિકર કરી રહ્યા છીએ અને આ સાહેબ આરામથી પિક્ચર જોઈને આવી રહ્યા છે." "અરે પણ એમા ફીકર શુ કરવાની હોય? હું કઈ નાનો કીકલો થોડો છુ.કે મારી ફિકર કરવી પડે." "તમે નાના તો નથી એ ખરું.પણ અમારું આ શહેર તમારા માટે અજાણ્યુ તો ખરું ને,?એટલે ફિકર તો થાય ને?"