પ્રિત કરી પછતાય - 48

  • 1.3k
  • 600

પ્રિત કરી પછતાય* 48 સાગર નો પ્રસ્તાવ સાંભળીને સરિતા ચોંકી ગઈ હતી.એનું હૃદય ધબકવાનું ભૂલીને જાણે થીજી ગયું હતુ.એ સ્તબ્ધ બનીને આંખોં ફાડીને જરા વાર સાગરને જોઈ રહી.પછી ઉશ્કેરાહટમા લડખડાતી જીભે એણે સાગરને કહ્યું હતુ. "આ.આ.તમે શું કહો છો સાગર?" "આ સિવાય આપણું મિલન અશક્ય છે સરિતા." "તમે મારા ખાતર મોટી બહેનનો ત્યાગ કરશો?" આ પ્રશ્નનો કોઈ જવાબ ન હતો સાગર પાસે.એટલે એ ખામોશ જ રહયો. "તમારા પપ્પાએ.તમારા ઉપર કેટ કેટલી આશાઓ લગાડી હશે.તમને કેટલા અરમાનથી.કેટલી મહેનતથી.કેટલી તકલીફો સહન કરીને આટલા મોટા કર્યા હશે.એ પપ્પાના અરમાનો ના મારા ખાતર ટુકડા કરશો?" આનો જવાબ પણ સાગર પાસે ક્યાં હતો? મૂંઝવણ ભર્યા