*પ્રિત કરી પછતાય* 46 ઝરણા પોતાની પાસેથી શું ઈચ્છે છે.એ સરિતા થી અજાણ્યું ન હતુ.એ જાણતી હતી.કે ઝરણાના આ વચનો પોતાની જીંદગીની દિશા સાવ ફેરવી નાખશે.પોતાની મઝધારમાં ડોલતી નૈયાને મઝધારમાં જ ડુબાવી દેશે. પોતાના ખળભળતા જીવનમાં વધુ ઝંઝાવાતો જગાવી દેશે.પણ પોતાના કારણે જે ઝંઝાવાતો પોતાની બહેનના જીવનમાં ઉઠયા છે.એને શાંત કરવા પોતાની જીંદગીને હોડમાં મૂકવી જ રહી.પોતાના હૃદયને મજબૂત કરતા એણે ઝરણાને કહ્યુ. "બોલ બહેન તું કહીશ તો મારો જીવ પણ આપી દઈશ." "મારે તારો જીવ નથી જોઈતો સરિતા. મને ફક્ત એટલું વચન આપ.કે આજ પછી એની સાથે તુ એક શબ્દ પણ નહીં બોલે.આજ પછી તુ એની સામે આંખ ઉપાડીને