પ્રિત કરી પછતાય - 44

  • 1.8k
  • 1
  • 914

પ્રિત કરી પછતાય* 44 પિક્ચર જોઈને ઘરે પહોંચતાની સાથે જ શોભાએ માલતી નો ઝરણાના ખોળામા ઘા કર્યો. "તોબા તારી દીકરીથી તો." શોભા ના આવા વર્તનથી ઝરણાએ આશ્ચર્ય.અને રોષની મિશ્રિત લાગણી ભરી નજરે શોભા સામે જોયું.પછી ગુસ્સા ભર્યા સ્વરે પૂછ્યુ. "આમ ઘા શુ કરે છે મારી દીકરીનો?" "દીકરી?"શોભાએ પ્રશ્નાર્થ ભરી દ્રષ્ટિથી ઝરણા સામે જોયુ. "દીકરી કેવી?આ તો જમ છે.જમ." "જમ.બમ કેતી નઈ મારી માલતી ને.શું બગાડી નાખ્યું છે એણે તારું?" "શુ બગાડી નાખ્યું એ કવ?આખા પિક્ચરની મજા બગાડી નાખી.અડધુ પિક્ચર પણ મને જોવા નથી દીધું. લાઉડસ્પીકરની જેમ આખું થિયેટર ગજવી નાખ્યું હતુ." "અચ્છા તો આ વાત છે?એમાં આટલી બુમા બુમ શેની