પ્રિત કરી પછતાય - 43

  • 1.8k
  • 928

પ્રિત કરી પછતાય* 43 આ વખતે સાગર બાહર આવ્યો.કે તરત એની પાછળ પાછળ શોભા અને સુલભા પણ બાહર આવ્યા.એ બંનેને જોઈને સાગરે પૂછ્યું. "તમે લોકો કેમ બહાર આવ્યા?" "તમે બહાર ઉભા રહો.અને અમે બેઠા બેઠા પિક્ચર જોઈએ એ કંઈ સારું લાગે?" શોભાએ મલકીને જવાબ આપ્યો.તો સાગરે સામો પ્રશ્ન કર્યો. "તો શું થયું? મારે તો હવે અહીં જ બેસવું પડશે.તમ તમારે અંદર જાવ અને પિકચર જુવો." "એના કરતાં હવે તમે અંદર જાવ.હું અને સુલભા માલતી ને લઈને અહીં બેસીએ છીએ." "નહીં શોભા એ કેમ બને?"સાગર હજી આગળ કાંઈ કહેવા જતો હતો.ત્યાં શોભાએ એને ટોક્યો. "ન કેમ બને?અત્યાર સુધી તમે બહાર બેઠા.હવે