પ્રિત કરી પછતાય* 42 સરિતા મુંબઈમાં હતી ત્યારે એની સાથે એ એક ગુજરાતી પિક્ચર જોવા ગયો હતો.ફિલ્મ જોઈને એ બંને થિયેટર ની બાહર આવ્યા અને બસ સ્ટોપ પર જઈને ઉભા રહ્યા.પણ બસ સ્ટોપ પર પેસેન્જરો ની ભીડ જોઈને સાગરે કહેલુ. "સરિતા.અહીં ઉભા ઉભા તો આપણે બુઢ્ઢા થઈ જઈશુ.તો એ આપણને બસ નહીં મળે." "તો શું કરીશુ?" સરિતાએ ચિંતિત સ્વરે પૂછેલુ. "આપણું ઘર અહીંથી ફક્ત પાંચ કિલોમીટરના અંતરે જ છે ચાલી નાખીશુ?"સરિતા ની આંખોમાં આંખો પરોવીને સાગરે પૂછ્યું હતું. "તમારી ઈચ્છા" આ સરિતાનો પ્રયુતર હતો. "મારી તો ઈચ્છા છે.જો તું થાકી ન જા તો." "તમારી સાથે તો હું ધરતીના આ છેડા