પ્રિત કરી પછતાય - 41

  • 1.9k
  • 878

પ્રિત કરી પછતાય* 41 અહીં આવીને સાગરને સાત દિવસ થયા હતા.એણે હજી સુધી સરિતા સાથે વાત સુદ્ધા કરી ન હતી. અને ઝરણા સામે સરિતા સાથે એ ઈચ્છે તોયે વાત કરી ન શકે.અને જ્યારે એકાદ બે મિનિટ માટે એકાંતનો મોકો મળતો ત્યારે એ અવાચક જેવો થઈ જતો.સરિતા સાથે ઘણી ઘણી વાતો કરવાની એની દિલી તમન્ના હોવા છતા. એ એને એટલું પણ ન પૂછી શકતો કે." સરિતા તું કેમ છો?મારી યાદ તને આવે છે.યા તુ મને ભૂલી ગઈ છો?" અને સરિતાએ પણ સાગરની નજરથી પોતાને બને ત્યાં સુધી દુર રાખવાનું મુનાસીબ સમજ્યુ હશે? અને આથી એ બને ત્યાં સુધી સાગરની સામે એકાંત