પ્રિત કરી પછતાય - 38

  • 1.7k
  • 864

પ્રિત કરી પછતાય* 38 "હશે મામી.જે બનવા કાળ હતું એ બની ગયુ.ઝરણા સલામત છે મારે મન એ ઘણું છે." સાગરે ગળગળા સાદે પોતાની સાસુને આશ્વાસન આપ્યું છતાં એમનું રુદન ચાલુ જ હતુ. "અમારા કુટુંબમાં છોકરીની સુવાવડ સદતી જ નથી.મારી નણંદને પણ આવું જ થયું હતુ.અને હવે કાન પકડુ છુ કે ભવિષ્યમાં ક્યારેય કોઈ દીકરીને સુવાવડ કરવા તો નહીં જ લાવુ."સાસુની વહેમીલી વાતોને નજર અંદાજ કરી સાગર ઝરણાને જોઈ રહ્યો. ઝરણાને એની આંખો જાણે કહી રહી હતી.કે "ઝરણા જો હું આવી ગયો છુ.આંખ ઉઘાડી ને જો.તારો સાગર તારી પાસે. તારા દુઃખમાં ભાગ પડાવવા આવી પહોંચ્યો છે."પણ ઝરણાં એ આંખો ન ઉઘાડી.