પ્રિત કરી પછતાય - 34

  • 2k
  • 914

પ્રિત કરી પછતાય* 34 "......... મે પણ હંમેશા તને મારી બહેનના રૂપમાં જ જોઈએ છે નિશા. અને આજે પણ તારામાં હું એક બહેન ની છબી જ જોઈ રહ્યો છું.તે મને ઓળખવામાં.સમજવામાં.ભયંકર ફૂલ કરી છે.તે મારી ઉપર એવું ગંદુ લાંછન લગાડ્યું છે કે મને ધરતીમાં સમાઈ જવાનું મન થાય છે." સાગર આઘાત અને આવેશ ની મિશ્રિત લાગણીથી ઉપલા શબ્દો બોલી ગયો. હવે નિશાનો વારો આવ્યો ડઘાઈ જવાનો.ભોંઠપ અનુભવવા નો.પોતે સાગરને બરાબર સમજ્યા વગર જ કેવો વિકૃત આરોપ મૂકી દીધો હતો સાગર ઉપર.એનો ખ્યાલ આવતા નિશાની ગરદન સંકોચ ના ભારથી આપો આપ ઝૂકી ગઈ.દુઃખ અને લાગણી ભર્યા સ્વરે એણે પૂછ્યુ. "તો.તો.પછી?" "શુ