પ્રિત કરી પછતાય - 31

  • 2.1k
  • 1
  • 1.1k

પ્રિત કરી પછતાય* 31 જાણે આખા વિશ્વની ખુશીઓ પોતાના કદમોમાં આવીને પડી હોય. એવા ખુશ ખુશાલ ચહેરે દોડતો અશ્વિન સાગર પાસે આવ્યો.જ્યારથી એની પ્રેયસી નિશા.પરણીને સાસરે ગઈ હતી. ત્યારથી અશ્વિન લગભગ ઉદાસ જ રહેતો.ચંચળ અને હંમેશા ચહેકતો રહેતો અશ્વિન.નિશાના લગ્ન પછી લગભગ ખામોશ જ રહેતો.આજે નિશાના લગ્ન બાદ પહેલી જ વાર સાગરે અશ્વિનને આટલો બધો ખુશ જોયો હતો.એના ખુશ ખુશાલ અને આનંદિત ચહેરાને જોઈને સાગર.પોતે કોઈ me સ્વપ્ન જોતો હોય એ રીતે પાંપણને પટપટાવ્યા વિના.ઘણીવાર સુધી પોતાના જીગરી દોસ્ત અશ્વિનના મુખડાને જોઈ રહ્યો. પછી શાયરાના અંદાજમાં બોલ્યો. "વાહ!આજે મારા યારના ગુલશનમાં એવી તે કેવી બહાર આવી?કે યાર મારો ગુલાબના ફૂલની