પ્રિત કરી પછતાય - 29

  • 2.1k
  • 1k

પ્રિત કરી પછતાય* 29 શરતો ની વાત આવતા પોતાના આનંદથી ઉછળતા હૃદય ઉપર સાગરે બ્રેક મારી.ધારદાર નજરે ઝરણાના ચહેરાને તાકતા એણે પૂછ્યું. "શરતો?કેવી શરતો?" "પહેલી શરત.તમે જે લેટર સરિતાને લખશો એ સરિતાને આપતા પહેલા હું વાંચીશ." "તો મારા લવ લેટર ને પહેલા તારી સેન્સરશિપમાંથી પસાર થવું પડશે એમ જ ને.ભલે.બીજુ?" સાગરે મંદ હાસ્ય વેરતા કહ્યુ.પણ ઝરણા મજાકના મુડમા ન હતી.એના હૃદય ઉપર અત્યારે જે વીતી રહ્યું હતુ. એ તો ફક્ત એ જ જાણતી હતી.ગંભીર સ્વરે એણે બીજી શરત સંભળાવી. "તમે આ પછી ક્યારેય સરિતાને લેટર નહીં લખો."આ શરતે સાગરને ગંભીર બનાવી દીધો. તેના ચહેરા ઉપરથી આનંદનુ જાણે કે બાષ્પીભવન થઈ