પ્રિત કરી પછતાય - 28

  • 2k
  • 1.1k

. પ્રિત કરી પછતાય* 28 બીજા દિવસ ની સવારે ઉઠતા વેંત ઝરણાને ઉબકા શરૂ થયા.અને બે-ત્રણ ઉલટીઓ પણ થઈ.ત્યારે સાગર ગભરાઈ ગયો.ઉલટી કરતી ઝરણાની પીઠ ઉપર હાથ પસરાવતા તેણે પૂછ્યુ. "આજ તબિયત સારી નથી લાગતી. ચાલ દવાખાને જઈ આવીએ."સાગરની ગભરાહટ જોઈને ઝરણાં એ પહેલા આછુ સ્મિત કર્યું.અને પછી બોલી. "દવાખાને જવાની કાંઈ જરૂર નથી. મારી તબિયત એકદમ સારી છે." "શુ ધૂળ સારી છે?આ ઉલટીઓ થાય છે.અને કહે છે તબિયત સારી છે."સાગર બોલ્યો.તો સાગરની ચિંતા જોઈને ઝરણાં એ મીઠું મેણુ સાગરને માર્યું. "એક છોકરીના બાપ થયા.તોય આટલું નથી સમજતા કે મને દિવસો....." ઝરણાનું વાક્ય પૂરું થાય એ પહેલા જ સાગરને પૂરું