પ્રિત કરી પછતાય - 26

  • 2.3k
  • 1k

પ્રિત કરી પછતાય* 26 "શુ જમાનો આવ્યો છે? હે ભગવાન! એક મામો પોતાની ભાણેજ સાથે કુકર્મ કરતાં ખચકાતો નથી.હે રામ!હવે હવે શું કરવું ?" કપાળ કુટતા તે સ્વગત બબડ્યો.એ ત્યારે તો કાંઈ બોલ્યો નહી.ચૂપચાપ દુકાને પાછો ચાલ્યો ગયો.પણ દુકાને પહોંચ્યા પછી એના હૃદયમાં તોફાન મચી ગયુ.એ ઝડપથી કોઈ નિર્ણય લઈ ન શક્યો.કે આ વાત અરુણ ને કરવી કે નહી.પણ પછી એને લાગ્યું કે મેઘા જેવી ફૂલટા સ્ત્રી આ ઘરમાં રહેશે તો એના છાંટા મારી જુવાન દીકરી ઉપર પણ પડી શકે.એટલે જેમ બને એમ વહેલી તકે એને આ ઘરમાંથી કાઢવી જોઈએ. અને એને અહીંથી કાઢવી હોય તો અરુણ ને આ વાત