પ્રિત કરી પછતાય* 25 અને ગંગામાંએ જ્યારે આ વાત આશાને કરી.તો આશા જાણે આવી જ વાટ જોતી હોય એમ એણે તરત જ આ પ્રસ્તાવને સ્વીકારી લીધો.આશાએ ગંગામાને ત્યા આવતા જતા મેઘાને જોઈ હતી.અને એને પણ મેઘા અરુણ માટે પસંદ હતી. પણ મેઘાએ શરૂઆતમાં આ સંબંધનો ઘણો પ્રતિકાર કરી જોયો.પણ માં અને બાપ બંનેને મક્કમ જોયા.એટલે એ પોતે સાવ ઢીલી થઈ ગઈ.અને ઢીલા સ્વરે એણે એની માં ને કહ્યું. "માં મારે હમણાં લગ્ન નથી કરવા.તમે બધા શા માટે ઉતાવળ કરો છો?" ત્યારે એને માએ એને સમજાવતા એના માથા પર હાથ ફેરવતા.હેતાળસ્વરે કહ્યુ. "જો બેટા નાદાન ન બન.તુ હવે નાની નથી રહી.હું