પ્રિત કરી પછતાય - 24

  • 2k
  • 1.1k

*પ્રિત કરી પછતાય* 24 એ રાતે બધા પોતપોતાની પથારીમાં લાંબા થઈને ઊંઘી રહ્યા હતા. પણ ધીરજ અને મેઘા બંનેની નીંદર તેમની આંખોમાંથી ગુમ થઈ ગઈ હતી. બંને જણા પથારીમાં પડ્યા પડ્યા પડખા ફેરવતા હતા.બન્નેના મનમા વિચારોનુ દ્વંદ યુદ્ધ ચાલતુ હતુ.વિચારોના ચાલતા એ આંદોલનો માં.બંને જેમ જેમ એક બીજાનો પ્રતિકાર કરતા જતા હતા. એમ એમ એમનુ હૃદય વધુને વધુ એકબીજાની તરફ ખેંચાતું જતુ હતુ. બંનેની નજરમાં એકબીજાનો ચહેરો તરવરવા લાગ્યો હતો.બંને એકબીજાને પોતાના મનની અકળામણ કહેવા તલસવા લાગ્યા હતા. પણ ધીરજ ડરતો હતો કે પોતે પોતાની ભાણકીને કઈ રીતે કહે કે મને તારાથી પ્રેમ થઈ ગયો છે.અને મેઘાને પણ મામાની આગળ