પ્રિત કરી પછતાય - 22

  • 2.5k
  • 1
  • 1.3k

*. પ્રિત કરી પછતાય* 22 મહિનાઓ પહેલા કરેલી માં ની એ વાત આજે ઝરણાને યાદ આવી ગઈ. એનો એકે એક શબ્દ એના હૈયામાં ઉપસી આવ્યો. "જુવાનીના જોશમાં માણસ તમામ સંબંધો ભૂલી જાય છે.મારી નજર સામેની વાત કરું.તો સગી ભાણેજે પોતાના સુખી સંસારને ઠેબે મારીને પોતાના સગા મામા સાથે ઘર માંડેલુ." અને માં ના એ શબ્દો યાદ આવતા જ ઝરણાના હૃદયમાં દર્દ ઉઠ્યુ હોય એમ એણે છાતી ઉપર પોતાનો હાથ દબાવ્યો.માં એ કહેલા શબ્દો જાણે માનવામાં ન આવતા હોય એ રીતે એ બબડી. "ના.ના.આ ન બની શકે.એક ભાણેજ પોતાની સગી માં ના સગા ભાઈ સાથે અર્થાત પોતાના મામા સાથે ઘર માંડી