"પ્રિત કરી પછતાય* 20 એ દિવસે સાગર અને સરિતા ની વચ્ચે એક અજબ પ્રકારની શરત લાગી હતી.સરિતાએ સાગરને કહ્યું હતું કે. "તમે તો સાવ શરાબી થઈ ગયા છો. રોજને રોજ મારા હોઠોની શરાબ પીધા જ કરો છો.એકાદ દીવસ તમારે રેસ્ટ તો લેવો જોઈએ ને?" "વ્યસન એવી ચીજ છે ને સરિતા.કે એને એક ઘડી પણ રોકી ન શકાય.મને પણ તારા હોઠોનું વ્યસન થઈ ગયું છે સરિતા.એનો નશો કર્યા વગર મને ક્યાંય ચેન નથી પડતું." ,"પણ તમારે મારા નહીં.પણ મારી બહેનના હોઠો નુ વ્યસન રાખવું જોઈએ સમજ્યા? હું ચાલી જઈશ પછી શું કરશો?" "પછીની વાત પછી.તું છો ત્યાં સુધી તો મને ધરાઈને