પ્રિત કરી પછતાય - 19

  • 2.1k
  • 1.3k

પ્રિત કરી પછતાય* 19 ત્રણ સાડા ત્રણના સુમારે ઝરણા ને માંડ માંડ ઊંઘ આવી.વહેલી સવારે છ વાગ્યામાં તો એ ઉઠી પણ ગઈ.નાહી ધોઈને એણે ભગવાન શ્રીકૃષ્ણના ફોટા ઉપર હાર ચડાવ્યો.ભગવાનના માથા પર કંકુનો ચાંદલો કર્યો.બે હાથ જોડીને બંને આંખો મીંચીને એણે પ્રભુનુ સ્મરણ કર્યું.અને મનોમન આ પ્રાર્થના કરી કે. "હે માધવ!મારે દુનિયાનું બીજું કોઈ સુખ નથી જોઈતુ.પ્રભુ.બસ હું એટલું જ માગું છું કે મારો સુહાગ હંમેશા મારો જ રહે.અને સલામત રહે."પ્રાર્થના પૂરી કરીને એણે આંખો ઉઘાડી શ્રીકૃષ્ણની છબીને એણે વંદન કર્યા.અને ત્યાર પછી એણે ભાવપૂર્વક શ્રીકૃષ્ણની છબીને ચુંબન કર્યું.પછી ઊંઘતા સાગર ના ચહેરા પર નજર ફેકી. "એ કેવા બે ધ્યાન