પ્રિત કરી પછતાય* 16 ગઈ રાતનો.અઢી વાગ્યા સુધીનો ઉજાગરાનો બોજ.આ જ રાતે સાડા નવ વાગ્યામા સાગરની આંખોના પોપચા ઉપર વર્તાવા લાગ્યો.કાલે રાતે ઝરણા સાથે થયેલી ખટપટ નો ખટકો હજી સુધી એના હૃદય પર હતો. જમી પરવારી ને પોણા દસ વાગે સાગર પોતાની પથારીમાં પડ્યો.અને પડતા વેત જ ઊંઘી ગયો. સાગર ક્યારેય જમીને તરત સુતો નહી. જમીને થોડીવાર પાડોશના પોતાના દોસ્તો સાથે ગપાટા મારતો.અને પછી ઘરે આવીને ઝરણા સાથે થોડી પ્યાર ભરી વાતો કરતો પછી જ સુતો.પણ આજે પોતાના નિત્ય કર્મને ભૂલીને જમીને તરત જ સુઈ ગયો.એને આમ સૂઈ ગયેલો જોઈને ઝરણાએ એવુ અનુમાન લગાવ્યુ.કે કાલ રાતનો ગુસ્સો હજી સાગરના દિમાગમાંથી