પ્રિત કરી પછતાય - 12

  • 2.3k
  • 1
  • 1.2k

*. પ્રિત કરી પછતાય* 12 પોતાનુ ઘરકામ આટોપીને એ સાગર પાસે આવી.ત્યારે સાગર એક ચીત્તે છતને તાકી રહ્યો હતો.સાગરના કપાળ ઉપર હથેળી મુકતા.ઝરણાએ પૂછ્યુ."શુ વિચારો છો?" "વિચારતો નથી પણ જોવ છુ." "શુ?" "આ બારીમાથી દેખાતો ચંદ્ર.કેવો મલકી રહ્યો છે.જાણે એ અમારી જુદાઈ પર મારી મશ્કરી કરતો હોય એવું મને લાગે છે." *અમારી જુદાઈ * આ શબ્દો સાંભળતા જ ઝરણાનો દબાવી રાખેલો રોષ દાવાનળ ની જેમ ભભૂકી ઉઠ્યો.પણ છતા.પોતાનો સંયમ જાળવી રાખતા એણે પૂછ્યુ. "અમારી જુદાઈ એટલે?હુ તો તમારી પાસે જ છુ ને?"સાગર કોની જુદાઈની વાત કરે છે.એ જાણતી હોવા છતા ન જાણવાનો ડોળ કરીને ઝરણાએ પૂછ્યુ તો ખરુ પણ. જવાબ