પ્રિત કરી પછતાય - 8

  • 3.3k
  • 1
  • 1.5k

પ્રિત કરી પછતાય* 8 ............ઘડિયાળ ના કાંટા એક ધારા ટક ટક ટક કરતા હવે થાક્યા હોય એમ હવે એ ચીખી ઉઠ્યા, ટન.ટન.ટન.ટન.ટન.ટન.ટન.ટન.ટન.ટન ટન.ટન.ટન.અને રાત્રીનું શાંત વાતાવરણ ખળભળી ઉઠ્યુ.પાન મસાલાના ડબા ઉપર લેબલ ચિપકાવતા અશ્વિનના હાથ થંભી ગયા.દિવાલ ઘડિયાળે વગાડેલા બારના ટોકારા ઉપર વિશ્વાસ ન આવ્યો હોય એમ.અશ્વિને પોતાની કાંડા ઘડિયાળમાં જોયું તો એણે પણ એમ જ કહ્યુ.કે ભાઈ ભરોસો રાખ અમારી ઉપર.અમે તારાથી જૂઠું નહીં બોલીએ.જા જઈને સુઈ જા બાર વાગી ગયા છે. છ કલાકથી એકધારો લેબલ ચીપકાવી ને અશ્વિન પણ હવે કંટાળ્યો હતો.આંખો માં ઊંઘ ઘેરાઈ રહી હતી. એટલે ઘરે જઈને ઘોરાઈ જવાની ઈચ્છા એને થઈ. અસ્તવ્યસ્ત પડેલા સામાનને