પ્રિત કરી પછતાય - 7

  • 2.7k
  • 1.6k

પ્રિત કરી પછતાય* 7 ખુશીથી ઉછળતા અશ્વિને મનોમન નકકી કરી લીધુ હતુ કે બસ હવે નિશા મારી જ છે.ફકત હવે નિશા એના મુખે થી કહે એટલી જ વાર.મુખમા પેંડો લઈને પ્રશ્નાર્થ ભરી નજરે એણે નિશા સામે જોયુ.અને પૂછ્યુ."બોલ હવે શુ ખુશ ખબર છે?" એણે એની જીભે પૂછ્યું તો ખરુ.પણ એના હૃદય મા આ જવાબ એણે તૈયાર જ રાખ્યો હતો કે. "અશ્વિન હવે હું તારી જ છુ.મારા મમ્મી પપ્પાને આપણા લગ્ન માટે મે મનાવી લીધા છે." પણ જે માણસ પોતાના સુખ ખાતર બીજાની જિંદગી સાથે અડપલા કરે છે. એના માટે ભગવાન પણ દરેક રસ્તા ઉપર દુઃખના ડુંગર જ ખડકતો હોય છે.