સપનાનાં વાવેતર - 10

(64)
  • 6.7k
  • 3
  • 4.7k

સપનાનાં વાવેતર પ્રકરણ 10રાજકોટથી હરસુખભાઈનો પરિવાર આગલા દિવસે સાંજે અમદાવાદથી ફલાઇટમાં ઇન્દોર પહોંચી ગયો હતો અને ત્યાંથી ત્રણ ટેક્સીઓ કરીને ઉજ્જૈન પણ પહોંચી ગયો હતો. બંને પરિવારો માટે ' અંજુશ્રી ' નામની ફાઈવસ્ટાર હોટલમાં ૭ રૂમનું બુકિંગ પણ હરસુખભાઈએ જ કરાવ્યું હતું. હરસુખભાઈએ હોટલમાંથી રાત્રે જ મંગલનાથ મંદિરના પૂજારી નિરંજનભાઇ સાથે બધી વાત કરી લીધી હતી. જો કે બે દિવસ પહેલાં જ નિરંજનભાઈ ઉપર રાજકોટથી ગૌરીશંકર શાસ્ત્રીનો ફોન પણ આવી ગયો હતો. સવારે સાત વાગ્યે જ હરસુખભાઈ મંગલનાથ મંદિરે પહોંચી ગયા હતા અને નિરંજનભાઈને દક્ષિણા પણ આપી દીધી હતી. પૂજા માટે જે પણ સામાન જરૂરી હતો તે પણ નિરંજનભાઈ દ્વારા