કાલચક્ર - 12

(21)
  • 3.9k
  • 3
  • 1.8k

( પ્રકરણ : બાર ) જેકબ રિવૉલ્વરને પ્રેત તરફ તાકવા ગયો, ત્યાં જ પ્રેતે પોતાની સાપ જેવી બે મોઢાંવાળી જીભ બહાર કાઢી અને જેકબને પોતાના ખૂની પંજામાં પકડી લેવા માટે તેની પર તરાપ મારી, એ જ વખતે રસ્તા પર ખાડો આવતાં પૂરપાટ ઝડપે દોડી રહેલી જીપે જોરદાર આંચકો ખાધો, જેકબનું બેલૅન્સ ગયું અને તે એક તરફ ગડથોલિયું ખાઈ ગયો, એટલે તે પ્રેતના પંજામાં પકડાતાં સહેજમાં બચી ગયો. પણ નજીકમાં જ થીજેલી હાલતમાં કરણ ઊભો હતો, એ પ્રેતના પંજામાં પકડાઈ ગયો. પ્રેતે પોતાના લાંબા નખવાળા રાક્ષસી પંજામાં કરણનું માથું પકડી લીધું અને ઝપ્‌ કરતાંને પાછું આકાશ તરફ ઊડયું. વાતાવરણમાં કરણની એક