કાલચક્ર - 11

(22)
  • 3.1k
  • 2
  • 1.6k

( પ્રકરણ : અગિયાર ) આદમખોર પ્રેતે ઓમકારની સાથોસાથ જ ઊછાળી મૂકેલી ટાટા મોબાઈલની આસપાસમાં કયાંય ઓમકાર દેખાયો નહિ, અને ચંદરે પાડેલી બૂમનો પણ ઓમકાર તરફથી કોઈ જવાબ મળ્યો નહિ, એટલે ચંદરના મગજમાંથી ધ્રુજાવી દેનારો વિચાર પસાર થઈ ગયો હતો, ‘કયાંક...કયાંક એ પ્રેત પપ્પાને પોતાની સાથે આકાશમાં તો ઉઠાવી નથી ગયું ને ? !’ તો થોડેક દૂર, ઝાડની ઓથમાંથી જોઈ રહેલી લવલીને પણ ઓમકાર ટાટા મોબાઈલની સાથે જ અધ્ધર ઊછળતો દેખાયો હતો, પણ એ કઈ તરફ ગયો હતો ? એ તેને દેખાયું-કળાયું નહોતું. અત્યારે લવલી ઝાડની ઓથમાંથી નીકળીને ચંદર તરફ આગળ વધી. ‘પપ્પા....!’ અત્યારે ચંદરે ફરી બૂમ પાડી, ‘.....તમે કયાં