કાલચક્ર - 10

(23)
  • 3k
  • 2
  • 1.6k

( પ્રકરણ : દસ ) ‘હવે...હવે તેનો વારો હતો ! હવે પ્રેત આંખના પલકારામાં તેને પોતાના કાતિલ પંજામાં પકડીને અંધારા આકાશમાં ખેંચી જશે.’ પોતાની સામે ચામાચીડયા જેવી વિશાળ પાંખો ખોલીને, બસની છત પર ઊભેલા એ ભયાનક પ્રેતને જોઈને લવલી થરથરી ઊઠી, તો લવલીની બાજુમાં જ ઊભેલી ટાટા મોબાઈલની ડ્રાઈવિંગ સીટ પર બેઠેલા ચંદરની હાલત પણ સારી નહોતી. તે ફાટેલી આંખે સામે બસની છત પર ઊભેલા એ પ્રેતને તાકી રહ્યો હતો, તો પાછળ, મોબાઈલના ખુલ્લા ભાગમાં ઊભેલો ચંદરનો પાળેલો કૂતરો કાળિયો પણ પ્રેતને જોઈને રડવા માંડયો હતો. જ્યારે મોબાઈલના પાછળના એ ભાગમાં જ ઓમકાર ઊભો હતો. ઓમકારની નજર પણ સામે બસની