કાલચક્ર - 7

(26)
  • 4k
  • 4
  • 2k

( પ્રકરણ : સાત ) પ્રેતની વિશાળ પાંખોએ પલક-વારમાં જ અનૂજનો કમર સુધીનો ભાગ ચારે બાજુથી પોતાની ભીંસમાં લઈ લીધો અને તેને ઉપરની તરફ ખેંચ્યો, એટલે બસમાં ચીસાચીસ મચી ગઈ. બીજા બધાંની સાથે જ રોમિત, ઈરફાન, જેકબ અને કરણના મગજ પણ આ દૃશ્ય જોઈને બહેર મારી ગયા, પણ પછી જેકબ અનૂજ તરફ ધસ્યો. તેણે પ્રેતની પાંખોમાં ભીંસાયેલા અનૂજનો ધડ નીચેનો જેટલો ભાગ દેખાતો હતો એને પકડી લીધો, એટલે ઈરફાન અને રોમિત પણ એ તરફ ધસી ગયા. આટલી વારમાં પ્રેતની પાંખો અનૂજનો કમર સુધીનો ભાગ બસની ઉપરની તરફ ખેંચી ચૂકી હતી અને જેકબ અનૂજના પગ પકડીને ખેંચી રહ્યો હતો. ઈરફાન અને