( પ્રકરણ : પાંચ ) બસના બધાં વિદ્યાર્થીઓ, દસ યુવાન અને પાંચ યુવતીઓ બસના વિન્ડ શીલ્ડ આગળના કાચ તરફ ફાટેલી આંખે જોઈ રહ્યાં હતાં. કાચની બહાર, બે મોટી-મોટી-રાક્ષસી આંખો દેખાઈ રહી હતી. એ આંખો લીલા રંગની હતી અને એમાંની કીકીઓ લાલઘૂમ-જાણે એમાં લાવા ભભૂકતો હોય એમ તગતગતી હતી. ‘કોઈ માણસની આંખો કરતાં બે-ત્રણ ગણી મોટી એ ભયાનક આંખો કોની હતી ?’ એ વિશે બધાં કંઈ સમજે-કરે ત્યાં જ એ આંખો ગૂમ થઈ ગઈ. ધબ્ ! બીજી જ પળે બસની પાછળની બાજુથી અવાજ સંભળાયો, એટલે બધાંએ ચીસ સાથે આગળની તરફ ભેગા થઈ જતાં પાછળના કાચ તરફ જોયું. હવે પાછળના એ કાચની