કાલચક્ર - 1

(37)
  • 7.1k
  • 5
  • 4k

( પ્રકરણ : એક ) આજે કંઈક ખતરનાક-ભયાનક બનવાનું હતું. આજે મે મહિનાની રરમી તારીખ હતી. સાંજના પાંચ વાગ્યા હતા, ગરમ સૂરજ થોડોક ઠંડો પડયો હતો. મુંબઈથી ખંડાલા જતા મેઈન હાઈવેથી દસ-બાર કિલોમીટર અંદરની તરફ આવેલા પંદર એકરના ખેતરમાં ઘઉંનો પાક લહેરાઈ રહ્યો હતો. સાડા ત્રણ-ચાર ફૂટની ઊંચાઈએ પહોંચેલા આ પાકની વચમાં, બાર વરસનો ગોરો-નટખટ નંદુ પંખીઓને પાકથી દૂર રાખવા માટે ચાડિયો લગાવી રહ્યો હતો. તેના પપ્પા ઓમકાર બીજા ખેડૂતોની જેમ માટલી પર માણસનું મોઢું ચિતરીને અને ફાટેલું-તૂટેલું શર્ટ પહેરાવીને કંઈ ચાડિયો ઊભો નહોતા કરતા. પણ એ તો કપડાના ડુચાઓથી માણસના મોઢા અને શરીર જેવો જ આકાર બનાવતા, અને એના