ગાદલું એટલે ગાદલું..

  • 9.4k
  • 3
  • 3.6k

આપણે બાળગીત ગાતાં,બેસવા ને પાટલો, સુવાને ખાટલો..આપણે આ ગીત બાલમંદિરમાં ગાતાં હતાં. પેલું ચક્કીબેન.. વાળું.સુવા તો શું જોઈએ? એ વખત મુજબ એક ખાટલો. મોટે ભાગે જમીન પર એક પથારી એટલે ગાદલું. એક ગાદલું જ. ઓછાડ પણ ન હોય તો ચાલે.ગાદલું એટલે ગાદલું. આમ તો આઠ, દસ કે બાર કિલોનું રૂ હોય. પટ્ટાવાળું કવર હોય. સુવા માટેની ચીજ. એમાં વળી કાઈં નવું હોય ?અમુક લોકો તો ગોદડા પર જ સૂઈ જાય છે.પહેલાં તો એકલી શેતરંજી પર સૂવાના ફાયદાઓ એ વખતના યોગ વાળાઓ પોકાર્યા કરતાં. ઉનાળામાં તો હું 2023માં પણ, એક શેતરંજી ઉપર ગોદડું પાથરી અગાશીમાં સૂતો છું. ખેતરમાં ખેડૂત બપોર પડ્યે