ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 119 અને 120

  • 2.1k
  • 1
  • 924

(૧૧૯) મહારાણા પ્રતાપ : ઉત્તમ શાસક            શ્રીમદ્‍ ભગવદ્‍ગીતાના ૧૮ મા અધ્યાયના ૪૩ માં શ્ર્લોકમાં ક્ષત્રિયના સાત સ્વભાવજન્ય ગુણો અર્જુનને ભગવને ગણાવ્યા છે. એમાં શાસનનું પ્રભુત્વ એ અગત્યનો ગુણ છે. એક્વીસ એક્વીસ વાર પૃથ્વીને નક્ષત્રી કરનાર પરશુરામે આખરે પૃથ્વીનું શાસન એક ક્ષત્રિયને જ સોંપ્યું.          મહારાણા પ્રતાપ ઉત્તમ શાસક હતા. ઇ.સ. ૧૫૭૨ થી ઇ.સ.૧૫૮૪ સુધીનો, અત્યારસુધીનો સમય કેવળ યુદ્ધોમાં જ વીત્યો હતો.          ઇ.સ. ૧૫૮૫ માં રાજપૂતાનાના છેક ઉંડાણમાં આવેલા ચાવંડને રાજધાની ઘોષિત કરવામાં આવી. મહારાણા સરદારોમાં, સૈનિકોમાં, પ્રજામાં લોકપ્રિય હતા. વષો સુધી અનેક વેળા શાહીફોજ, મેવાડનો ખૂણેખૂણો ફફોળી વળી છતાં મહારાણા પ્રતાપ કે એમના પરિવારનો એકપણ સભ્ય પકડાયો